હાલ સૌરાષ્ટ્ર પંથકના અનેક જિલ્લાઓમાં સાતમ આઠમની રજાઓને લઈને લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જીલ્લાના જેતપુર શહેરમાં ચાલી રહેલા લોકમેળામાં ગઈકાલે રાત્રે એક આખલો ઘુસી આવ્યો હતો. અચાનક ઘુસી આવેલા આખલાએ મેળાની મજા માની રહેલા અનેક લોકોને શીન્ગાડે ચડાવ્યા હતા. આખલાની અડફેટે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આખલાએ લોકોને અડફેટે લેતા લોકોમાં નાસભાગ મચી હતી. જેથી મેળાની વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાયો હતો. આખરે પોલીસ અને સિક્યુરિટી દ્વારા મહામહેનતે આખાલને મેળાની બહાર કાઢવામાં આવ્યો હતો.