રાજુલા-પીપાવાવ હાઈવે ઉપર વરસતા વરસાદમાં 3 વનરાજોની લટાર

2022-08-21 431

અમરેલી જીલ્લાના રાજુલા-પીપાવાવ હાઈવે ઉપર ૩ સિંહોનો લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વરસતા વરસાદમાં સતત 12 મિનીટ સુધી 1 સિંહણ અને 2 સિંહ હાઈવે ઉપર લટાર મારતા રહ્યા. જેને લઈને રસ્તાની બંને બાજુના હાવ્ન્ચાલકો થંભી ગયા હતા. આથી ટ્રાફિક જામ સર્જાયો હતો. પરંતુ વાહનચાલકોને રોડ પર સિંહ દર્શનનો અદભુત અનુભવ પ્રાપ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જીલ્લાના રાજુલાના બૃહદ વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય છે. જેથી ઘણી વખત જંગલ વિસ્તારમાંથી પસાર થતાં રસ્તાઓ ઉપર સિંહનું ટોળું જોવા મળતું હોય છે.

Videos similaires