વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો વડોદરાની વાત કરીએ તો ગઈકાલે એક વ્યક્તિનું રખડતા ઢોરની અડફેટે કરુણ મોત નીપજ્યુ હતુ. જે બાદ આજે ફરીથી રખડતી ગાયે હેડ કોન્સ્ટેબલને અડફેટમાં લેતા તેમને ગંભીર ઈજા પહોંચી છે.