એવું કહેવાય છે કે, સાવધાની હટી, દુર્ઘટના ઘટી...! આવી જ એક ઘટના રાજકોટ રેલવે સ્ટેશન પર જોવા મળી. જેમાં એક વૃદ્ધ મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં લપસી પડે છે. જો કે સદ્દનસીબે પ્લેટફોર્મ પર રહેલા પોલીસ જવાનની સમયસૂચકતા અને બહાદૂરીના કારણે મહિલાનો જીવ બચી જાય છે. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ ગઈ છે.