એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાન 5 દિવસના રિમાન્ડ પર

2022-08-20 80

રાજયમાં ચકચાર માંચાવી દેનારા સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRB જવાન દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં આરોપી TRB જવાનને આજ રોજ કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટે TRB જવાન સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજુ કરાયો ત્યારે મોટી સંખ્યામાં તેના સમર્થકો હાજર રહ્યા હતા. જેને લીધે એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થક વકીલો અને સાજન ભરવાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

Videos similaires