આજે કૃષ્ણ જન્મોત્સવને લઈને ઠેર ઠેર મટકો ફોડના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મટકી ફોડવા ઉંચે ચઢેલા ગોવિંદાઓ નીચે પટકાતા બે ગોવિંદાઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.