હાલ ગુજરાતમાં સાતમ-આઠમની રજાઓ ચાલી રહી છે. ત્યારે સૌરશ્તારના અનેક પંથકોમાં લોકમેળાઓ ભરાયા છે. રાજકોટ, ભાવનગર, અમરેલી અને પોરબંદર સહિતના અનેક સ્થળોએ લોકમેળો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે પોરબંદરમાં આયોજિત લોકમેળાના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રોન ફૂટેજમાં મેળાની મજા માણતો માનવ મહેરામણ નજરે ચડે છે.