મુંબઈ બોરીવલી વેસ્ટમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી

2022-08-19 513

મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. સાંઈ બાબા નગરમાં રહેણાંક મકાન ધરાશાયી થવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માતમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.