અમદાવાદમાં હિટ એન્ડ રનમાં 1નું મોત

2022-08-19 25

અમદાવાદમાં છાશવારે હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી આવી છે. ગઈકાલે અમદાવાદમાં આરટીઓ પાસે એક અકસ્માત નોંધાયો હતો. જેમાં ઓડી કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો. ઓડી કારનો નં. GJ-01-RP-0774 હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં નોકરીથી પરત આવી રહેલા 25 વર્ષના યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઘટના ખરેખર ચોંકાવી દેનારી છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક બાઈક ચાલક વિશાલા હોટલમાં કેશિયર હતો. યુવક જ્યારે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Videos similaires