પતિ-પુત્રને મારી નાંખવાની ધમકી આપી વિદ્યાર્થીએ મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યું

2022-08-18 1

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને ક્લિનિક ચલાવતી મહિલાને તેના જ જીમમાં આવતા વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો. જેથી મહિલા તબીબે તેને મળવા માટે બોલાવ્યો હતો. મહિલા તબીબ ઘરમાં એક્લી હતી તેનો લાભ ઉઠાવી વિદ્યાર્થીએ તેણીના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે મહિલાના મોબાઈલમાં બીભત્સ ફોટા પાડી તેના પતિને બતાવી દેવાની ધમકી આપી બીજી વાર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ મહિલા તબીબ તાબે ન થતા અવાર નવાર મહિલાને ધાકધમકી આપી છેલ્લા એક વર્ષથી મહિલાને હેરાન પરેશાન કરતા મહિલાએ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Videos similaires