અમદાવાદ ખાતે આવેલ વાસણા બેરેજના 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 24 દરવાજા ફ્રી ફ્લોમાં ખોલવામાં આવતા વાસણા બેરેજમાંથી 21 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
છે. તથા સંત સરોવરમાંથી 7800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોને સતર્ક કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમમાંથી 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેમાં લાકરોડા બેરેજમાંથી 7 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેમજ 31 હજાર ક્યુસેક પાણી વાસણા
બેરેજ તરફ છોડવામાં આવ્યુ છે. તેથી અમદાવાદ રીવરફ્રન્ટ વોક વે પર જવાની મનાઈ કરવામાં આવી છે. સવારે સાત વાગ્યે પાણી છોડવામાં આવ્યું છે. તેમજ સંતસરોવરમાંથી પાણી
છોડવામાં આવી રહ્યું છે. જેમાં સંતસરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે.
વાસણા બેરેજની સપાટી હાલ 127 છે. જેમાં બપોર સુધીમા પાણી વધારે પાણી આવે તેવી શક્યતા છે. તેથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમા નીચાણવાળી જગ્યામા એલર્ટ જાહેર કરવામાં
આવ્યું છે. રિવરફ્રન્ટ્ર પર ધીમે ગતીએ પાણીનુ વહેણ વધવા લાગ્યું છે. જેમાં વાસણા બેરેજ તરફ પાણી વહિ રહ્યું છે.