અમરેલીના શિવાલયમાં ગટરના પાણી ઘૂસ્યા

2022-08-17 433

અમરેલીના શિવાલયમાં ગટરના પાણી ઘૂસ્યા છે. જેમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં ગટરના પાણી ઘૂસ્યા છે. તેમાં મંદિર પાસેની ગટર ઉભરાતા પાણી મંદિરમાં પહોંચ્યું છે. તેમજ

સ્થાનિકોએ મંદિરમાંથી ગંદુ પાણી દૂર કર્યું છે. ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણમાં જ ભીડભંજન મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ થોડાક વરસાદ

પડતાની સાથે જ ગટરના પાણી ઉભરાયા હતા.

જેમાં અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. જેમાં શ્રાવણ માસ શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ભીડભંજન મંદિરમાં ગટરના પાણી ભરાતા ભકતોમાં રોષ

જોવા મળ્યો છે. તેમાં શિવભક્તોએ જ મંદિરની સફાઈ શરૂ કરી છે.