હાલ સમગ્ર ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ભારે વરસાદને પગલે રાજ્યની મોટાભાગની નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાટણમાં બનાસ નદીમાં પણ પાણીના જથ્થાનો વધારો થતા હાલ બનાસ નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને નદી કાંઠાના અનેક ગામડાઓના બેઠા પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. પાટણના અભિયાણામાં બનાસ નદીના વહેણમાં એક ટેમ્પો ફસાયો હતો. જેનું ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું હતું.