સુરત, વલસાડ,તાપી અને નવસારીમાં ભારે વરસાદ થશે

2022-08-17 584

રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં હાલમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ

સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તથા 20 ઓગસ્ટ બાદ

વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટર્ફ અને લો

પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી છે.

ડિસામાં અત્યંત ભારે વરસાદની આગાહી

જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, ડિસામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને દમણ-દાદરાનગર હવેલીમાં આગાહી છે. તથા

જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ માછીમારોને 2 દિવસ

દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે અને હજુ બુધવારના રોજ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડવાની

શક્યતાઓ વ્યક્ત થઈ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર

અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે.