પાલનપુરમાં ભારે વરસાદને લઈ આબુરોડ હાઈવે બંધ કરવામાં આવ્યો

2022-08-17 3,036

પાલનપુરમાં ભારે વરસાદને લઈ આબુરોડ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેમાં આબુ રોડ હાઈવેને એક તરફથી બંધ કરાયો છે. તેમાં મલાના પાટીયા પાસે 5 ફૂટ પાણી ભરાતા હાઈવે બંધ

કરવાની ફરજ પડી છે. તેમજ હાઈવે પર રાજસ્થાનથી આવતા વાહનોની કતાર લાગી છે. પાલનપુરમા રાત્રે પડેલા ભારે વરસાદને લઈ પાલનપુર આબુરોડ હાઇવે એક તરફ બંધ કરાયો

છે. જેમાં પાલનપુર આબુરોડ હાઇવે પર વાહન ચાલકો અટવાયા છે. તથા પાલનપુર તાજપુરા પાસે વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે.