વલસાડમાં ઔરંગા નદી બે કાંઠે: NDRFની ટીમ તૈનાત કરવામાં આવી

2022-08-16 9

હાલ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની ઔરંગા, કોલક, પાર અને દમણગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે ઔરંગા નદી ભય જનક સપાટીએ વહેતા વહીવટી તંત્ર એલર્ટ થયું હતું. નદીના પુરને કારણે કોઈ અનહોની ન બને તે માટે તકેદારીના પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે વલસાડ જિલ્લામાં NDRFની એક ટિમ તૈનાત કરવામાં આવી છે.