રાજ્યમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી

2022-08-16 277

હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ફરી એક વખત ધમરોળી રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગના ડાઈરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદની આગાહી બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સમુદ્રમાં વરસાદી સીસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં સાર્વત્રિક રીતે માધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.