બોડેલીમાં સવારથી ધોધમાર વરસાદ,પાણી ફરી વળ્યા

2022-08-16 173

બોડેલીમાં ધોધમાર વરસાદને પગલે નગરમાં જયા જુઓ ત્યાં પાણી પાણી સવારથી જ બોડેલી પંથકને મેઘરાજા એ ધમરોળતા વરસાદી માહોલ જામ્યો હતો. અને સાડા અગીયાર વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસતા લગભગ ગણત્રીની મિનિટોમાં ઍક ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો જેના પગલે નગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયુ હતુ. બોડેલીમાં અત્યાર 12 વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદ 1251 મિમી એટલે 50 ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે.