નર્મદામાંથી 3325 ક્યુસેક પાણીની આવક

2022-08-16 296

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા હજુ પણ નર્મદા ડેમમાં 2 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.31 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. આથી અત્યારનું જળ સ્તર ભયજનક સપાટીથી હવે માત્ર 4 મીટર દૂર છે.