ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 7 ફુટ નીચે છે. તેમજ સવારે 6.30 વાગે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 17 ફૂટ નોંધાઇ હતી. તથા નર્મદા ડેમમાંથી 3.5
લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પૂરનો ભય વ્યક્ત કરાયો હતો. તેમજ નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે. ત્યારે ભરૂચ જિલ્લાના 40 ગામ અને ભરૂચ-અંકલેશ્વરના નદી કાંઠા
વિસ્તારને એલર્ટ કરાયા છે. તથા ગોલ્ડનબ્રિજ પાસે ઝૂપડપટ્ટીના 40 મકાનના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે.