અરવલ્લીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ,બેટમાં ફેરવાયા

2022-08-16 111

અરવલ્લીમાં સોમવાર રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજસ્થાન બોર્ડર વિસ્તારના મેઘરજ અને ભિલોડા પંથકમાં જળબંબાકાર થયું છે. ભિલોડાની હાથમતી અને ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ધોધમાર વરસાદથી સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. ભિલોડાના લીલછા પંથક સુનોખ સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા અને ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા હતા.