પાલનપુરથી અંબાજીને જોડતો હાઇવે પાણીમાં ગરકાવ

2022-08-16 204

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અને વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર જામી

છે. કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જામ્યો હતો અને 2 કલાકમાં 1 ઇંચ જેટલો

વરસાદ ખાબકી જતાં પાલનપુરના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગ પર પણ ઢીંચણ સમા પાણી ભરાયા અને વાહનચાલકોને

અટવાવાનો વારો આવ્યો છે.

Videos similaires