ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર મનાવવામાં આવી રહેલા આઝાદીના અમૃત મહોત્સવની ધૂમ દેશ, વિદેશ અને અંતરિક્ષમાં પણ જોવા મળી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસરે દેશ, વિદેશ, ગગનચુંબી ઈમારતથી લઈને સમુદ્રની ગહેરાઈ સુધી તેમજ મંદિરથી લઈને મસ્જિદ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં પણ તિરંગો શાનથી લહેરાવામાં આવ્યો.