અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મેઘરજમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ

2022-08-15 400

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ધનસુરા સહિતના તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરજમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વાત્રક નદીમાં પાણીની આવક વધી છે. વાત્રક નદી બે કાંઠે વહેતી થતાં લોકો નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા ઉમટી પડ્યાં છે. ભારે વરસાદના પગલે પિશાલ અને ઈપલોડા મેઘરજનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

Videos similaires