15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કેનેડામાં રહેતા ભારતીયોએ પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતનાં આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. કેનેડામાં વસતા ભારતીયોએ કેનેડાનો અને ભારતનો રાષ્ટ્રધ્વજ એક સાથે ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું.