આજે આખો દેશ આઝાદીની ઉજવણીમાં ડૂબેલો છે. આ વખતે સ્વતંત્રતા દિવસ વધુ ખાસ છે કારણ કે આપણે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ 9મી વખત છે જ્યારે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે ધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લાની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.