ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોતાના પ્રજાજોગ સંદેશમાં જનતાને શુભેચ્છા પાઠવી હતી. આપણો દેશ વડાપ્રધાન મોદીના આહવાન પર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં આપણે હર ઘર તિરંગા અંતર્ગત ઘરે-ઘરે તિરંગા ફરકાવી આઝાદીના આ પર્વને નવી ચેતના આપી છે.