મહેમદાવાદ શહેરમાં સૌથી લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ

2022-08-14 257

મહેમદાવાદ શહેરમાં સૌથી લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ છે. જેમાં મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર આવેલ સર્કિટ હાઉસથી સોનાવાલા હાઇસ્કૂલ સુધી

તિરંગા યાત્રા યોજાઇ છે. તેમાં આ તિરંગા યાત્રામાં 1555 ફૂટ લાંબો તિરંગો બનાવવામાં આવ્યો હતો. તેમજ મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્યો અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર આવેલ સર્કિટ હાઉસમાં આજે આઝાદી કા અમૃતની મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી છે.

જેમાં તાલુકાની 20થી વધારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 2000થી વધુ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Videos similaires