ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા કડીમાં એક વિદ્યાર્થી પર ગાયે હુમલો કર્યો હતો. જે બાદ તાજેતરમાં એક મહિલાને રખડતા ઢોરે પટકી હતી, હવે નેતાનો વારો આવ્યો છે. જેમાં કડી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટમાં લેતા તેમને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.