ગાયે અડફેટે લીધા તોય પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ તિરંગાને ઝુંકવા ન દીધો

2022-08-13 45

આજે મહેસાણાના કડીમાં યોજાયેલી ભાજપની એક તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તિરંગો હાથમાં લઈને યાત્રામાં ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાયે તેમને અડફેટે લીધા હતા, જોકે આ ઘટના બની ત્યારે નીતિન પટેલે પડતા પડતાં પણ તિરંગાનું માન જાળવી રાખ્યું હતું. તેઓ ઢોરની અડફેટે આવતી નીચે પટકાયા હતા, પરંતુ તેમણે તિરંગાને ઝુંકવા ન દીધો. તેમણે તિરંગાની આન-બાન અને શાનને આંચ ન આવવા દીધી.