આઝાદ ભારતના 75 વર્ષ, ગુલામીમાંથી છૂટકારો મળ્યાનો આનંદ. ઉત્સાહ અને ઉલ્લાસ કેવો હોય? તેનો પુરાવો આપી રહ્યો છે આખો દેશ. ગામથી લઈને શહેર અને ધરતીથી લઈને અંબર સુધી આજે સ્વાભિમાનનો તિરંગો લહેરાઈ રહ્યો છે. એવામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી આવા જ યોદ્ધાઓ સાથે જે માભોમની રક્ષા કાજે પોતાના પરિવાર તેમજ પ્રાણની પરવાહ કર્યા વિના સીમાડા સાચવીને ઉભા છે.