VIDEO : ગોલ્ડન ગાંધીએ આકર્ષણ જમાવ્યું : પોરબંદરમાં તિરંગા યાત્રા યોજાઈ

2022-08-13 162

પોરબંદર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ઉપરાંત તેઓએ કિર્તીમંદિર ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરી સુદામાં ચોક ખાતે જાહેર સભાને પણ સંબોધી હતી. પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી એરપોર્ટ પરથી ઉતરી પ્રથમ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પૂ.બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમની સાથે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, પ્રભારી મહેશ કસવાલા, સાંસદ ધડુક તથા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સહિત ભાજપ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ત્યાર બાદ સુદામા ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી.

Videos similaires