પોરબંદરમાં પશુઓના મૃતદેહો ઉપાડવાની કામગીરી કરનાર 3 લોકોના શરીર પર લમ્પી વાયરસ જેવા ફોડલા નીકળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી લમ્પી ગ્રસ્ત ગાયો સહિતના પશુઓના મૃતદેહ ઉપાડવાની કામગીરી કરતા 3 લોકોને શરીર પર લમ્પી જેવા ફોડલા નીકળતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં વિજય સાજણ ભાઈ મકવાણા, સુરેશ સાજણભાઈ અને અનિલ માલદેભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.