હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશવાસીઓ ઘરોમાં તિરંગો લગાવી રહ્યા છે સાથે સાથે અવનવી રીતે તિરંગા યાત્રાનું આયોજન પણ કરી રહ્યા છે. તેવામાં રાજકોટ વાસીઓએ 250 ફૂટ લાંબો તિરંગો ઈમારતના 22 માં માળેથી લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરી હતી.