સુરત લીંબાયત ઝોન ઓફિસમાં કથિત દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

2022-08-13 427

સુરત શહેરની લીંબાયત વિસ્તારની ઝોન ઓફિસમાં રાત્રીના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને પાલિકા તંત્રમાં ચકચાર મચી હતી. રહેણાંક વિસ્તારમાં આવેલી પાલિકાની કચેરીમાં પાલિકાના કર્મીઓ જ દારૂની મહેફિલ માણતા હોવાની વાત સ્થાનીકોમાં વાયુ વેગે પ્રસરતા લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો.