સૌરાષ્ટ્રભરમાં વરસાદની માહોલ સર્જાયો છે, ત્યારે વરસાદને પગલે કોડીનારના ફાચરિયા ગામે પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.