હાલ ગુજરાતમાં મેઘરાજાએ બીજી ઇનિંગ્સ રમવાનું શરૂ કર્યું છે ત્યારે થોડા દિવસોના વિરામ બાદ ફરીથી રાજ્યમાં સાર્વત્રિક રીતે માધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ 5 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે આજરોજ સાબરકાંઠા જીલ્લામાં મેઘરાજાએ માઝા મૂકી હતી.