આજરોજ રાજ્યના ગૃહમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સપોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરીટીનું સંકુલ નવા ભવનની સાથે સાથે 23 એકર જમીન વિસ્તારમાં ફેલાયેલુ છે. જેમાં ખેલાડીઓને રમત ગમતની પ્રેકટીસની સાથે સાથે યોગ્ય તાલીમ મળી રહે તે માટેની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આજરોજ રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ નવા ભવનનું ઉદ્ઘાટન કરીને આવનારા સમયમાં યોજાવા જઈ રહેલ નેશનલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરો ખુબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.