ભારે વરસાદથી વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો છે. તેમાં દરિયા કિનારે મહાકાય મોજા ઉછળ્યા છે. તેમજ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો
છે. તેમજ તિથલ બીચ મુસાફરો માટે બંધ કરાયો છે. અને બીચ પર દોરડા બાંધી પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. દરિયો તોફાની બનતા મહાકાય મોજાથી પાણી બીચ પર ફરી વળ્યાં
છે.