ગુજરાતના ઉકાઈ ડેમમાં વરસાદથી ઉપરવાસમા પાણીની આવક થતા ડેમના દરવાજા ફરી ખોલાયા છે. તેમાં ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની
શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તાપીનુ પાણી ફરી વળ્યું છે.
તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી બે કાંઠે વહેતી થઈ છે. આવા સમયે તાપી નદીના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.