સરદાર ડેમના 5 દરવાજા ખોલાયા, નદી કાંઠેના વિસ્તારોને કરાયા એલર્ટ

2022-08-12 2,820

નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે. જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ ડેમમાંથી નદીમાં વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તથા
નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેથી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે. તથા સરદાર સરોવરની સપાટી 133.51 મીટર પહોંચી

છે.

80 ટકા જેટલો ડેમ ભરાતા પાણી છોડવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે 80 ટકા જેટલો ડેમ ભરાતા પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં ડેમની સપાટી પહોંચી 133.51 મીટર પહોંચી છે. તથા

ડેમમાં પાણીની આવક 2 લાખ 32 હજાર ક્યુસેક થઇ છે. તેમજ આવક સામે જાવક 49 હજાર 487 ક્યુસેક થઇ છે. તથા બપોરે 12 વાગ્યે પાંચ ગેટ એક મીટર ખોલવામાં આવ્યા છે. તથા

નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે.

શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ

તેમજ પાણીની આવક 232208 ક્યુસેક તથા જાવક 49487 ક્યુસેક છે. 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ સરદાર

સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યુ તેથી શિનોરમાં નર્મદા નદીમાં પાણીનું લેવલ વધ્યુ છે. તથા નર્મદા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સરપંચ અને

મામલતદારોને સતર્ક કરવામાં આવ્યા છે. તથા 11 ગામોના સરપંચને મામલતદાર દ્વારા એલર્ટ રહેવાની ચુચના આપવામાં આવી છે.

Videos similaires