રાજકોટમાં તિરંગાયાત્રા યોજાઇ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તિરંગાયાત્રામાં સામેલ થયા છે. તથા CM સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ ગૃહ
રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તિરંગાયાત્રામાં જોડાયા છે. જેમાં 2 કિમી લાંબી તિરંગાયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર
ઉલ્લેખનીય છે કે બહુમાળી ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી આ યાત્રા યોજાઇ રહી છે. તેમાં સરદાર પ્રતિમાને ફુલહાર કર્યા બાદ તિરંગાયાત્રા શરૂ કરવામાં આવી છે. હાથમાં તિરંગા સાથે ભારત
માતાકી જયના નારા ગુંજીયા છે. જેમાં દેશભક્તિના ગીતો એ જુસ્સા ભર્યો હોય તેવો માહોલ ઊભો કર્યો
છે. રાજકોટમાં આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ
થયો હતો
.
બહુમાળી ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી યોજાઇ યાત્રા
બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર કરી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. તિરંગાયાત્રામાં અબાલ વૃદ્ધ એક થઈને જોડાયા હતા. જેમાં હાથમાં તિરંગો લઈને જોમ ભેર ભારત
માતાકી જયના નારા વચ્ચે દેશભક્તિનો જુવાળ સર્જાયો હતો. તિરંગાયાત્રાએ રાજકોટમાં અનોખો માહોલ ઊભો કર્યો હતો. જેમાં તિરંગાયાત્રાને આવકારવા માટે ઠેર ઠેર બનાવેલા ફ્લોટ ઉપર
જવાનો અને એનસીસી દ્વારા સલામી પણ આપવામાં આવી હતી
.