વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદની સંભાવના છે. તેમાં ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને
કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેથી રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ
લગાવાયુ છે. તથા આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં હવામાન
ખાતાની આગાહી પ્રમાણે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. તેમાં શહેરના પાણીગેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, માંડવી સહિત વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
ઉકાઇ ડેમના 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલોયા
જેમાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમના 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલોયા છે. ડેમની ઉપરવાસમાંથી 2 લાખ 69 હજાર ક્યુસેક પાણીની આવક
થઈ રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ કાયમ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જે બાદમાં 13 અને 14 ઓગષ્ટના રોજ રાજ્યમાં
સામાન્ય વરસાદ પડશે. 15મી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.