ખેડામાં મહિલાની હત્યાનો પોલીસે કેવી રીતે ભેદ ઉકેલયો?

2022-08-12 294

ખેડા તાલુકાના ઉમિયાપુરા ગામની સીમના ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલી કેનાલ પાસેથી સોમવારના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં એક યુવતીની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ ખેડા શહેર પોલીસને થતાં પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી. જેમા યુવતીના માથાના ભાગે કોઈ હથિયાર વડે હૂમલો કરી મોત નિપજાવ્યુ હોવાનું જાણવા મળતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી. પોલીસે અજાણ લાશની તપાસ કરતા આ યુવતી પરણીત ‌હોવાનુ અને જમણા હાથે અંગ્રેજીમાં RLPP લખેલું તેમજ ઉપરના ભાગે ચાર સ્ટાર દોરેલા હોવાનું જાણવા મળ્યું. જેથી ખેડા શહેર પોલીસે આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યા તેમજ પુરાવા નાશ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Videos similaires