ભગવાન શિવ તેમના શરીર પર રાખ કેમ લગાવે છે...
પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં શિવ અને સતીને આમંત્રણ મળ્યું ન હતું, પણ સતીને આ વિશે ખબર પડતાં તેમણે આ યજ્ઞમાં જવાનું નક્કી કર્યું, યજ્ઞમાં જઈને તેમણે જોયું તો શિવ સિવાય બધા જ દેવી – દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.. તે શિવજીના આ અપમાનથી ખૂબ દુખી થયા અને ક્રોધે ભરાયા.. અને ત્યાં જ હવનકુંડમાં કૂદી પડ્યા.. સતીના કૂદી પડવાથી શિવજી બેચેન થઈ ગયા અને સળગતા કુંડમાંથી સતીના શરીરને બહાર કાઢી વિલાપ કરવા લાગ્યા..ને ત્રણે લોકમાં ફરવા લાગ્યા.. તેમના ક્રોધથી આખું બ્રહ્માંડ અચંબામાં પડી ગયું હતું..
ત્રણે લોકમાં સતીના શરીરને લઈને ફરતા ફરતા તેમના શરીરના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ પણ પછી શિવજી સંતાપ ચાલુ કર્યો, તેમનો વિરહ ભગવાન વિષ્ણુથી જોવાયો નહીં તેથી તેમણે એ અંગોને ભસ્મમાં પરિવર્તિત કરી દીધા અને સતીના વિરહમાં. સતીની અંતિમ નિશાની એ ભસ્મને શિવજીએ પોતાના શરીર પર લગાવી દીધી..
આ કથામાં એક તરફ ભગવાન શિવનો ક્રોધ તો બીજી તરફ તેમનો સતી પ્રત્યેનો પ્રેમ જોઈને, એ દ્રશ્ય વિચારીને