VIDEO : રેસ્ટોરન્ટમાં તાળું તોડ્યા વગર સાંકડી જગ્યામાંથી ઘૂસી 1.52 લાખની ચોરી

2022-08-11 442

સુરતમાં એક ગજબની ચોરીનો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. અહીં રેસ્ટોરન્ટમાં કેશ કાઉન્ટર ઉપર નાણાં અને બિલની લેવડ-દેવડ માટે રાખેલા કાચના સાંકડા ગેપમાંથી ઘૂસી સચીનની દાવત રેસ્ટોરન્ટનાં કાઉન્ટરમાંથી 10મીએ રાત્રે 1.52 લાખની રોકડ ચોરી થઇ હતી. રેસ્ટોરન્ટનું તાળું તોડ્યા વિના ચોરી કેવી રીતે થઇ તે જાણવા જ્યારે રેસ્ટોરન્ટ મેનેજરે સીસીટીવી જોયા હતા ત્યારે ચોંક્યો હતો. શેડવાળી રેસ્ટોરન્ટમાં માત્ર કાચથી કવર કરાયેલા કેશ કાઉન્ટરને જ તાળું મારવામાં આવતું હતું. રાત્રે રેસ્ટોરન્ટ બંધ કર્યા બાદ મેનેજર અને કર્મચારીઓ ઘરે જતાં રહેતા હોય છે. ચોરીની રાત્રે 3:50 કલાકે એક યુવાન કેશ બારીના કાઉન્ટર ઉપર નાણાં સ્વીકારવા અને આપવા માટે જે અડધો ફૂટનો ગેપ રાખવામાં આવે છે તેમાંથી એક વ્યક્તિ સૂઇને સરકતો દેખાઇ આવ્યો હતો. માત્ર 20 મિનિટમાં જ આ તસ્કર અંદર પ્રવેશવાથી લઇને ગલ્લો તોડી ચોરી કરી જે રીતે પ્રવેશ્યો તે જ રીતે સરકીને બહાર નીકળી ગયો હતો. પોલીસે જ્યારે આ સીસીટીવી ફૂટેજ જોયા હતા ત્યારે આ તસ્કરને ઓળખી ગઇ હતી. ચોરીમાં પંકાયેલો સાહિલ સલીમ પઠાણ હોવાની ઓળખ થઇ જતાં પોલીસે તેની વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી ફૂટેજ કબજે લીધા હતા.

Videos similaires