વિશ્વ સિંહ દિવસના 1 દિવસ બાદ સિંહની પજવણી શરૂ

2022-08-11 589

ગઇકાલના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આજે સોશિયલ મીડિયામાં સિંહની પજવણી કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જંગલનો કે રેવન્યુ

કયા વિસ્તારનો છે તે ખબર પડતી નથી. પણ એક વાત સ્પષ્ટ માલૂમ પડે છે કે શાંત પ્રકૃતિ અને જંગલના રાજા તરીકે પ્રખ્યાત સિંહને વીડિયો ઉતારનારા દ્વાર એક હદથી વધુ હેરાન

કરાયો હશે.

ત્યારે જ એ હુમલો કરવા મજબૂર બન્યો હશે. અને બીજું વીડિયોમાં હુમલા માટે દોડેલ સિંહ સામે હાકલા પડકારા કરતા માણશોના આવજો પણ સંભળાય છે. ત્યારે એવું લાગે કે એક કરતાં

વધુ વ્યક્તિઓ હોઇ શકે છે. કારણ કે હુમલા માટે દોડેલા સિંહ કેમેરા નજીક પહોંચી પરત ફરી જાય છે અને ઝાડી ઝાંખરામાં જતો રહે છે. અને પરત ફરતી વખતે વીડિયોમાં સિંહણ પણ

દેખાય છે. ત્યારે કદાચ એવું પણ બન્યું હોય કે હાલ સિંહોનો સંવનન કાળ (મેટિંગ પીરીયડ) ચાલે છે અને આ દરમ્યાન કોઈ એ તેને ખલેલ પહોંચાડી હોય તો આવું બન્યું હોઇ શકે તેવું સિંહ

તજજ્ઞો દ્વારા જણાવાયું છે. આ વીડિયો અંગે વનવિભાગના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે હાલ તો આ વીડિયો ક્યા નો છે અને કોણે સિંહની પજવણી કરી એ તો વનવિભાગ

દ્વારા તપાસ કરાય તોજ ખબર પડે તેવું લાગે છે.