સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના

2022-08-11 847

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી ચાર દિવસ સારા વરસાદની સંભાવના છે. તેમજ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર અને

કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તથા સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. તેમાં આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આપવામાં આવી છે. રક્ષાબંધન પર્વ પર રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને

પગલે રાજ્યના વિવિધ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે. બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી

સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રિથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો.

બારડોલી2.25 ઇંચ, કામરેજ 2.25 ઇંચ, પલસાણા 2.50 ઇંચ તથા સુરત સીટી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.