સુરત શહેરમાં ટેક્સટાઈલ વેપારીની અનોખી મુહિમ

2022-08-10 53

સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો માહોલ જામ્યો છે.ત્યારે સુરત શહેરમાં ટેક્સટાઈલ વેપારીની અનોખી મુહિમ સામે આવી છે.જેમાં સાડીના દરેક બોક્સમાં સાડીની સાથે તિરંગો પેક કરવામાં આવી રહ્યો છે અને 40 હજારથી વધુ તિરંગા મોકલાઈ ચૂક્યાં છે.એટલું જ નહીં સાડીનું બોક્સ પણ તિરંગામાં તૈયાર કરવામાં આવ્યું છે.આ બોક્સ દેશના અન્ય રાજ્યોમાં પણ જતા હોવાથી આ મુહિમ રાખવામાં આવી છે.