વાપીમાં હાથમાંથી મોબાઈલ ઝુંટવનારી ટોળકી સક્રિય થઇ છે. જેમાં બલીઠા વિસ્તારમાં બે વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ઝુંટવ્યો હતો. તેમાં મોબાઈલ ઝુંટવી ફરાર થનાર બે આરોપી
CCTVમાં કેદ થયા છે. વાપી હાઇવે ઉપર રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવનારી ટોળકી ફરીથી સક્રિય બની છે. જેમાં બલીઠા વિસ્તારમાં બે અલગ અલગ વ્યક્તિઓના હાથમાંથી
મોબાઇલ ઝુંટવી ફરાર થનારા બે આરોપી મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે આ બંને કેસમાં કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઇ ન હતી. તથા પોલીસ
પેટ્રોલીંગ પર સવાલ ઉઠ્યા છે.